અમરેલી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ રણજીત કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.૨૨, રહે. નવા ઉજળા, તા.વડીયા)ને પાસા હેઠળ પાલનપુરની જેલમાં મોકલાયો છે. આ શખ્સ વિરુદ્ધ વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.એન.ગાંગણાએ પુરાવા એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે કલેકટરને મોકલી આપી હતી. લોકોની માલ-મિલકતને જોખમમાં મુકી શકે તેવા ઇસમની સમાજ-વિરોધી
પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં આ ઇસમ વિરુધ્ધ પાસાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.ડી.ચાવડા તથા એલ.સી.બી. ટીમ દ્વારા રણજીત વાઘેલાને પાસા વોરંટની બજવણી કરીને તેને પાલનપુર જિલ્લા જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. રણજીત વિરુદ્ધ વડિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને તળાજા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહી એલ.સી.બી. ટીમના પો.કોન્સ. રમેશભાઈ સીસારા તથા વુ.પો.કોન્સ. ધ્રુવિનાબેન સુરાણી, રીનાબેન ધોળકીયા તથા વડીયા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.