વડિયાના જીથુડી ગામે બાળકને સાચવવા બાબતે ઠપકો આપતા ઝેરી દવા પીનારા યુવકનું સારવારમાં મોત થયું હતું. મૃતક મધ્યપ્રદેશના પાટી તાલુકાના ખાજપુર ગામનો હતો. અનીતાબેન ઉર્ફ મીનાબેન શાંતીલાલ નાવડે (ઉ.વ.૨૦)એ જાહેર કર્યા મુજબ, શાંતીલાલ ઝીમરીયાભાઇ નાવડે (ઉ.વ.૨૫) ને બાળક સાચાવવા અંગે ઠપકો આપતા મનમા લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે ખસેડ્‌યો હતો. સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. આ ઘટનાને પગલે જીથુડી ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. ટી. બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.