અમરેલી જિલ્લાના વડિયા ખાતે આવેલી શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલમાં અક્ષય
તૃતીયાના શુભ અવસરે વિદ્યાની દેવી માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. શાળામાં માં સરસ્વતીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોવાથી આ દિવસે તેમનું વિશેષ મહત્વ છે. આ શુભ અવસરે શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફગણે માં સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી. આ પૂજન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.