લીલીયા ગામના ગ્રામજનોએ છેલ્લા છ માસથી બંધ પડેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડેન્ટલ વિભાગને ફરી શરૂ કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે. ખારાપાટ વિસ્તારમાં તળના પાણીમાં ફ્‌લોરાઈડ અને ક્ષારનું પ્રમાણ વધારે હોવાને કારણે અહીંના લોકો દાંતની બીમારીઓથી પીડાતા રહે છે. રાજ્ય સરકારના પગલાં અંતર્ગત, ૩૦ વર્ષોથી કામ કરી રહેલા આ વિભાગને નિમણૂકના અભાવે બંધ કરી દેવામાં આવ્યું હતું. લોકપ્રતિનિધિ અને ચેમ્બર ઓફ કોમર્સ લીલીયાના પ્રમુખ પરીન સોનીએ ડેન્ટલ વિભાગ ફરી શરૂ કરવા અને ડેન્ટિસ્ટની નિમણૂક કરવાની માંગ કરી છે. આ પ્રશ્નને હલ કરવા માટે રાજ્ય સરકારને આગ્રહ કરવામાં આવ્યો છે.