લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દાંતના ડોક્ટર લક્ષ્મણસિંહ તોમર નિવૃત્ત થતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. લીલીયા તાલુકા અને શહેરના તમામ આગેવાનો, સામાજિક, શૈક્ષણિક, સહકારી સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિ સંગઠનો તેમજ આજુબાજુના સરપંચોએ સાથે મળીને આ ‘સેવાનું સન્માન’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સન્માન સમારોહ શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે રવિવાર, ૧૩ જુલાઈના રોજ બપોરના ૩ કલાકે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર તોમરે લીલીયા તાલુકાને પોતાનું વતન હોય તેવી લાગણી દર્શાવી હતી.