લીલીયા શહેરમાં પાછલા એક દાયકાથી ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી, કાદવ- કીચડને લઈ શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.
શનિવારે ગ્રામ પંચાયત સત્તાધીશો સામે ગટરના ગંદા પાણી તેમજ રોડ રસ્તાને લઇ કાદવ કીચડમાં ફૂલડા અર્પણ કરી રોષભેર સાઈનાથ પરા, વેલનાથ પરા, હોસ્પિટલ પરા, મફત પ્લોટ સહિતના રહિશોએ ઢોલ નગારા સાથે તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ ઝિંઝુવાડીયા, રાહુલભાઈ સાનિયાની આગેવાનીમાં રોડ પર ઊતરી ગ્રામ પંચાયત સત્તાધીશો સામે ‘સરપંચ તેરી તાનાશાહી નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર કરી પ્રથમ તાલુકા પંચાયત કચેરી ખાતે ઇન્ચાર્જ ટી.ડી.ઓ માલવિયાને આવેદનપત્ર આપી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી.