લીલીયા શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાનો ઘણા સમયથી વહીવટ કથળ્યો હોવાના કારણે મોટાભાગના ગ્રાહકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં બેંક સ્ટાફ કર્મચારીઓ બિનગુજરાતી હોવાથી સ્થાનિક ગ્રાહકો અને તેમાં ખાસ સિનિયર સિટીજનોને ભાષાકીય મુશ્કેલી પડી રહી છે, તેવા સમયે એ.ટી.એમ. મશીન પણ કોઈ કારણોસર પાછલા કેટલાક દિવસોથી બંધ હોવાથી ખાતેદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે બેંકમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી ખાતેદારોમાં ભારે રોષની લાગણી જન્મી છે.