લીલીયા મોટામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઝ્રઉડ્ઢઝ્રની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર્વે સભ્યોએ હાજર રહીને સમિતિની રચના કરેલ હતી. જેમાં એકાઉન્ટન્સી વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડા. વિરાજબેન રાઠોડની કન્વીનર પદે નિમણૂક કરેલ છે. આ સમિતિ કોલેજમાં મહિલાના હક્કોના રક્ષણ, જાગૃતિના કાર્યો, જાતીય સતામણી રક્ષણ અને ફરિયાદ નિવારણ સાથે સમિતિની બેઠક અને મહિલા પ્રતિનિધિત્વ, મહિલા અને વિદ્યાર્થિનીઓના હક્કો અને સુરક્ષા તેમજ કારકિર્દી આરોગ્ય વગેરે લક્ષી કામગીરી કરાશે. ડો. વિરાજબેન રાઠોડની નિમણૂકને કોલેજના પ્રિન્સીપાલ ડા. રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત કોલેજ પરિવારે આવકારી હતી.