લીલીયા મોટા ખાતે ખેડૂતોને પડતી ખાતરની અગવડતાને લઈને સહકારી અગ્રણીઓ અને એગ્રો દવા વિક્રેતાઓની બેઠક મળી હતી. જેમાં ખેડૂતને ૨૦ થેલી ખાતર મળવું જોઈએ, જે હાલમાં પાંચ થેલી મળી રહી છે તે બાબતે ચર્ચા કરાઈ હતી. જ્યારે ઁર્ંૐ મશીન બંધ (ઓફ લાઇન )હોય ત્યારે ગામડેથી આવતા ખેડૂતોને ધક્કા થતા હોય છે તો સતત ચાર કલાક સુધી જો આ મશીન શરૂ રહે એટલે કે ઓફલાઈન ન થાય તે બાબતે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. હાલ સરકારની વિતરણ વ્યવસ્થામાં બેવડી નીતિ જેમ કે ખેડૂતોને ડબલ આવક માટે સરકાર જાહેરાત કરે છે, પરંતુ ખાતર સમયસર મળતું નથી તેથી ખેડૂત પાયમાલી તરફ વળતો જાય છે. વિતરણ વ્યવસ્થા સુધારો કરવ હાલ આવશ્યક છે.