વિવિધ વિભાગોના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા અને સમાજીકરણ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમા મુખ્ય વક્તા ડા. રાજેન્દ્રસિંહ રાઠોડે વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કૃતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું. લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે કોલેજના જ્ઞાનધારા, ગુજરાતી વિભાગ, સમાજશાસ્ત્ર વિભાગ, હિન્દી વિભાગ અને અંગ્રેજી વિભાગના સંયુક્ત આયોજન હેઠળ “માતૃભાષા અને સમાજીકરણ” વિષય પર એક વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડા. રાજેન્દ્રસિંહ રાઠોડે “માતૃભાષા વડે સમાજીકરણ” વિષય પર પ્રેરણાત્મક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, માતૃભાષા એ બાળકના વ્યક્તિત્વ વિકાસ, મૂલ્ય સંસ્કાર અને સામાજિક એકતાનું મુખ્ય માધ્યમ છે. માતૃભાષા દ્વારા જ વ્યક્તિ પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ગાઢ રીતે જોડાય છે.