લીલીયા મોટા મહાલ કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલય ખાતે ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહાની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના પ્રમુખ અને સહકારી આગેવાન અરુણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે સંસ્થાના માનદ મંત્રી મગનભાઈ વિરાણી, નિયામક બાબુભાઈ ધામત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત ડા. કેતનભાઇ કાનપરિયા અને હરેશભાઈ વડાવીયાએ વિદ્યાર્થીઓને માતૃભાષા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ડા. જયેન્દ્રસિંહ જાદવ અને ડા. હસમુખભાઈ કરડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.