લીલીયા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ.ડી. સાળુંકેની અધ્યક્ષતામાં તાલુકાના વિવિધ ગામોના મંદિરોના પૂજારીઓ, સાધુ-સંતો, ટ્રસ્ટીઓ અને ગામ આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંદિરોની સુરક્ષા અંગે ચર્ચા થઈ. પી.આઈ. સાળુંકેએ મંદિરના દાગીના રાત્રિ સમયે મંદિરમાં ન રાખી સુરક્ષિત જગ્યાએ અથવા બેંકમાં રાખવા સૂચન કર્યું હતું. તેમજ દરેક મંદિરમાં સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત કરવા અને શક્ય હોય તો સુરક્ષા ગાર્ડ રાખવાની સલાહ આપવામાં આવી હતી. કોઈ પણ શંકાસ્પદ ઘટના કે જરૂર જણાય તો તરત જ ૧૧૨ જનરક્ષક સેવા અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સૌએ મંદિર સુરક્ષા માટે સહયોગ આપવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો.