અમરેલી જિલ્લા ભાજપની સૂચના અનુસાર લીલીયા તાલુકા ભાજપ દ્વારા વાવ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાં વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમના શ્રવણ તેમજ ટિફિન મીટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભૂતેયા મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, મહામંત્રીઓ ગૌતમભાઈ વિછીયા અને જીગ્નેશ ઝિંઝુવાડીયા સહિત ભીખાભાઈ ધોરાજીયા, અરૂણભાઇ પટેલ અને ભનુભાઈ ડાભી હાજર રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ મોરચાના પ્રમુખો અને સ્થાનિક આગેવાનો તેમજ પક્ષના ઉત્સાહી કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.