લીલીયામોટા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એસ.ઓ. (અધિક મદદનીશ ઈજનેર) આર.યુ. પઠાણની બદલી લાઠી ખાતે થતાં લીલીયા તાલુકાના સરપંચોમાં જનઆક્રોશ જોવા મળ્યો છે. સર્કિટ હાઉસ લીલીયા ખાતે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં તમામ ગામના સરપંચોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે આર.યુ. પઠાણની બદલી અટકાવવા માટે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીને શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોવાથી આ પત્રો વોટ્‌સએપથી પાઠવવામાં આવ્યા હતા. પત્રમાં જણાવ્યું છે કે, આર.યુ. પઠાણની લીલીયા તાલુકા પંચાયતમાં કામગીરી ઉત્તમ રહી છે. લીલીયા તાલુકાના સરપંચોને તેમના માટે કોઈ ફરિયાદ નથી. તેમની સામે થયેલી ફરિયાદ લીલીયા તાલુકાના સરપંચોને બદનામ કરવાના હેતુસર, સરપંચોની જાણ બહાર કરવામાં આવી છે.