લીલીયા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત પ્રિસાઇડિંગ અને પ્રથમ પોલિંગ કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો હતો. લીલીયા તાલુકાની ૧૬ તાલુકા પંચાયત અને ૨ જિલ્લા પંચાયત બેઠકોના ૬૩ બુથ પર શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી પ્રતિક સાવલિયા અને એચ.વી. વાડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શન અપાયું હતું. અભિષેક ઠાકરે ચૂંટણી પ્રક્રિયાની ઝીણવટભરી માહિતી આપી હતી.