લીલીયા તાલુકા આમઆદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઇ વિરાણીએ અમરેલી એસ.ટી ડિવિઝનને પત્ર લખીને લીલીયાથી કૃષ્ણનગરની
એસ.ટી બસ સવારે ચલાવવા માગણી કરી હતી. તેમણે રજૂઆત કરી છે કે, લીલીયા ગામથી વાયા અમરેલી થઇ કૃષ્ણનગરની બસ શરૂ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બસ શરુ થઇ નથી. લીલીયા તાલુકા કક્ષાનું ગામ હોવાથી અને આજુબાજુના ગામના લોકોને સવારે જો અમદાવાદ સુધીની બસ સુવિધા મળે તો તેમને અનુકૂળતા રહેશે. જો ૦૧-૦૪-૨૦૨૬ સુધીમાં અમારી માગણી નહીં સ્વીકારાયતો બસ રોકો આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગેની રજૂઆત મામલતદાર, કલેકટર કચેરી-અમરેલી અને ડી.ડી.ઓ અમરેલીને પણ કરવામાં આવી છે.










































