લીલીયા ઘટક અને ગુંદરણ ખાતે પોષણ સંગમ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીલીયા સેજાનાં લીલીયા કન્યા શાળા ખાતે પોષણ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરપંચ જીવનભાઈ વોરા, ભીખાભાઈ ધોરાજીયા, બી.આર.સી.કોર્ડીનેટર પી.એમ. રાખસિયા શાળાના આચાર્ય, તમામ વાલીઓ હાજર રહ્યા હતા. ગુંદરણ ખાતે પોષણ સંગમ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં ગામના સરપંચ, હરીપરના સરપંચ આયુષ ડોક્ટર નેહાબેન, ગામના આગ્રણીઓ તેમજ મુખ્ય સેવિકા હર્ષિતાબેન એન. રેણુકા હાજર રહેલ, તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.