લીલીયા મોટા ખાતે ગત તા. ૨૫મીએ રદ થયેલી ગ્રામસભાનું આયોજન સોમવારે બપોરે ૪ કલાકે મામલતદાર કચેરીના પટાંગણમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ગ્રામસભામાં અધિકારીઓ દ્વારા ‘જી રામજી એક્ટ ૨૦૨૫’ ની સમીક્ષા કરી માહિતી આપવામાં આવી હતી. જોકે, ગ્રામજનોએ નલ સે જલ યોજનામાં ૧૫મા નાણાપંચ, ઓક્ટ્રોય અને અન્ય યોજનાઓની ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ધારદાર રજૂઆત કરી હતી. આ ગ્રામસભામાં વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.










































