લીલીયાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં કોલેજના મતદાર સાક્ષરતા કલબ દ્વારા તા. ૨૩- ૦૮- ૨૦૨૫ ના રોજ કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના નેતૃત્વમાં ડા. મહેશ એસ. ગઢિયા (કો – ઓર્ડીનેટર મતદાર સાક્ષરતા કલબ) તથા ડા.મહેશભાઈ વાઘેલા (કો- કોઓર્ડીનેટર મતદાર સાક્ષરતા કલબ) દ્વારા મતદાર સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ દ્વારા મતદાન વિશે ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન આપેલ હતું તથા ૧૮ વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ કઢાવવા માટેની અપીલ કરી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ડા. પ્રકાશભાઈ પરમાર (આસી. પ્રોફેસર કોમર્સ) દ્વારા કરવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા અધ્યાપક ડા. શિબિરભાઈ પરમાર, ડા. ભારત ખેની, ડા. વિરાજબેન રાઠોડ, પ્રા. એલ.એમ. મેમકિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.