લીલીયા પોલીસે નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. બેંક લોન લીધા બાદ નાણાં ન ભરતા લીલીયા કોર્ટે ફોજદારી કેસ અન્વયે આરોપી અજયભાઈ સુરેશભાઈ ડાભી (રહે. લીલીયા મોટા) ને બે વર્ષની સજા ફટકારી હતી. આ આરોપી પોતાની ધરપકડ ટાળવા સુરત અને અમરેલીના વિવિધ વિસ્તારોમાં નાસતો-ફરતો હતો. લીલીયા પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચનાથી ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઈ વલકુભાઈ ખુમાણ અને પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ઇટાળીયાએ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્‌યો હતો. કોર્ટના હુકમ બાદ આરોપીને સીધો અમરેલી જિલ્લા જેલ ખાતે કેદમાં મોકલી આપવામાં આવ્યો છે.