લીલીયાના મુખ્ય વ્યાપારી મથક એવી નાવલી બજારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી સ્થાનિક વેપારીઓ માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. કરોડોના ખર્ચે થતું આ કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી આખાય માર્ગ પર કાદવ-કીચડના થર જામ્યા છે. આડેધડ ખોદકામને કારણે શાકભાજી, ફ્રુટ અને પાથરણાવાળા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. રસ્તાઓ બ્લોક હોવાથી ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓ પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. સ્થાનિક વેપારી મહેમુદખાન પઠાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, આયોજન વગરના કામથી સામાન્ય રોજગાર મેળવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.








































