લીલીયાના સલડી ગામે ચપ્પલ નહીં મળતાં પતિએ પત્નીને ગાળો આપી લાકડીથી ફટકારી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ચંપાબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.૪૭)એ કિશોરભાઈ વાઘાભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમના પતિ થાય છે. આરોપી પોતાના ઘરે ચપ્પલ ગોતતા હતા પરંતુ આરોપીને ચપ્પલ નહી મળતા સારૂં નહીં લાગતા જેમ-ફાવે તેમ ગાળો આપી હતી તેમજ લાકડીથી મુઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.