લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે છેલ્લા ઘણા સમયથી જીઓનું નેટવર્ક ન આવતું હોવાથી જીઓનું ના મોબાઈલ ધારકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે અનેકવાર ઓનલાઇન ફરિયાદ કરવા છતાં જીઓનું નેટવર્ક આવતું ન હોવાથી મોબાઈલ ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ મોબાઈલ એ જીવન જરૂરિયાતનું ઉપકરણ બનવા પામ્યું છે. હાલમાં દરેક વ્યક્તિ પાસે મોબાઇલ છે પરંતુ લીલીયાના ગોઢાવદર ગામે જીઓનું નેટવર્ક આવતું ન હોવાથી મોબાઇલ ધારકોને વાત કરવા માટે અગાસી પર જવું પડે છે. જીઓનું નેટવર્ક ધરાવતા મોબાઈલ ધારકોએ આ બાબતે અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં ફરિયાદનું નિરાકરણ ન આવતા મોબાઈલ ધારકોમાં રોષ ફેલાયો છે.







































