અમરેલી એસપીએ શરીર સબંધી તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અન્વયે લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ, એમ.ડી. સાળુંકેની રાહબરી હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુંદરણ ગામેથી સગીરાનું અપહરણ અને પોકસો એક્ટનો ગુનો ડિટેક્ટ કરવા અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુનાની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીનાં દિવસોમાં આરોપીને પકડી અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાનો ભેદ ઉકેલવામાં લીલીયા પોલીસને સફળતા મળી હતી. પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરના પાડોલા (પટેલ ફળીયુ)ના રહેવાસી વિદેશ ગુલાસીંગ ઉર્ફે ગુલાબસીંગ બારીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્‌યા હતા. આ કામગીરી લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. સાળુંકે, એએસઆઇ છબીલદાસ બી. ટીલાવત, હેડ કોન્સ્ટેબલ્સ અલ્પેશભાઇ જી. શિયાળ, ભુજબલદાન આઇ. ગઢવી, સંજયભાઇ કે. રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ્સ પંકજભાઇ સી. બગડા તથા અમીનભાઇ એસ. જુણેજા તથા વિજયભાઇ એમ. લાલુ તથા બ્રિજરાજસિંહ એમ. ગોહિલ નાઓ દ્વારા કરવામાં આવી હતી.