‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મથી આમિરખાન ચાર વર્ષના અંતરાલ બાદ રૂપેરી પરદે પરત ફરી રહ્યો છે અને રક્ષાબંધનના તહેવારોમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ત્યારે આ ફિલ્મ સામે સોશ્યલ મીડીયામાં વિરોધ થઈ રહ્યો છે. જયારે સામે પક્ષે આમિરખાન અપીલ કરી રહ્યો છે કે લોકો ફિલ્મને બોયકોટ ન કરે. લોકોના વિરોધને આમીરે ફિલ્મમાં કેટલાક ફેરફાર કર્યા છે, પણ શું ફેરફાર કર્યા છે તે બહાર નથી આવ્યું.
આમીરે જણાવ્યું હતું કે, સાઉથ સ્ક્રીનીંગમાં ફેરફાર કર્યો છે. આમિરખાને ફિલ્મ સાઉથની હસ્તીઓ એસ.એસ.રાજામૌલી, નાગાર્જુન અને ચિરંજીવીને દેખાડી હતી અને તેમની પ્રતિક્રિયા લીધી હતી. આમિરે કહ્યું હતું કે જા હિન્દી ઓડીયન્સ તેલુગુ, તમિલ અને અન્ય ભાષાઓની ફિલ્મોનું સ્વાગત કરે છે તો તેને ભરોસો છે કે સાઉથનું ઓડીયન્સ તેની ફિલ્મને પસંદ કરશે.
આમીરે જણાવ્યું હતું કે આ ફિલ્મના એક પોઈન્ટ પર સાઉથના બધા સ્ટારનું એક જેવું રિએકશન હતું, તેમાં કેટલાક ફેરફાર કર્યા છે, અને આ ફેરફાર જરૂરી પણ હતા. જા કે શું ફેરફાર કર્યા તે આમિરે નહોતું જણાવ્યું.
‘લાલસિંહ ચઢ્ઢા’ સામે થઈ રહેલા વિરોધ સામે ફિલ્મની હીરોઈન કરીનાકપુરની પ્રતિક્રિયા આવી છે. કરીના કપુરે જણાવ્યું હતું કે આજે દરેક લોકો પાસે તેનો અવાજ ઉઠાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ હાજર છે અને દરેકના મંતવ્યો અલગ અલગ છે, હાલ માહોલ જાઈને લાગે છે કે લોકોના વિચારો એક થઈ રહ્યા છે.
એવામાં તમારે થોડી વાતો પર ધ્યાન ન આપવું જાઈએ, જા બધી વાતોમાં ધ્યાન
આપશો તો જીવન જીવવું મુશ્કેલ થઈ જશે. એટલે હું કોઈપણ વાતને ગંભીરતાથી નથી લેતી. જા ફિલ્મ સારી હશે તો લોકો અંતે સારી પ્રતિક્રિયા આપશે જ, ફિલ્મ આ બધી નકારાત્મક વાતોથી આગળ વધી જશે.