અમરેલીના સારહી તપોવન આશ્રમ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી)નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે સામાજિક મુશ્કેલીનો સામનો, સંગઠન સમાજ અને સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર પરિણામ લાવનાર હોય છે. નવનિયુક્ત લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટીના તમામ સભ્યોને દિલીપભાઈ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે હાજર રહેલા ઇન્સ્ટોલિંગ ઓફિસર મોનાબેન શેઠે સનાતન સંસ્કૃતિ આધારિત કાર્યશક્તિ ઉપરના સવિસ્તાર પ્રભાવક પ્રવચનથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વધુમાં મોનાબેન શેઠે જણાવ્યું હતું કે સામાજિક ભૂમિકામાં અને સામાજિક સેવા કાર્યોમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી)ને સૌનો સહયોગ મળતો રહ્યો છે તે સૌભાગ્યની વાત કહી શકાય. યુવાનો દેશનું ભવિષ્ય છે તેવા સમયે સંસ્થાની વિચારધારા યુવાનીપૂર્વક કાર્યરત રહે તે સંસ્થા અને સમાજ માટે હિતકારી નીવડે છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટીના નવનિયુક્ત પ્રમુખ ઋુજુલભાઈ ગોંડલીયાએ આગામી વર્ષની સેવાકીય
પ્રવૃત્તિઓને વેગ સંપન્નતા બક્ષતી ક્લબની પરંપરાને સતત આગળ વધારવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને વ્યવસાયિક અને સામાજિક જવાબદારીઓની સાથોસાથ લાઈનવાદના ઉદ્દેશો અને ધ્યેયને ચરિતાર્થ કરવા દરેક લાયન્સ મિત્રોને વર્ષ દરમિયાન ઓછામાં ઓછો એક સેવાકિય પ્રોજેકટ આપી લાયનવાદની જ્યોતને વધુ પ્રજ્વલિત કરી સમાજના તમામ સ્તરને ઉપયોગી થવા અપીલ કરી હતી. આ પદગ્રહણ સમારોહમાં નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, મનીષભાઈ સંઘાણી, લા.જયેશભાઈ પંડ્યા, પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયા, કૌશિકભાઈ હપાણી, લાયન્સ ક્લબ અમરેલી (મેઈન)ના પ્રમુખ બકુલભાઈ ભટ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ રાકેશભાઈ નાકરાણી સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શપથ વિધિ સમારોહમાં લાયન્સ ક્લબ અમરેલી (સિટી)ની
પ્રવૃત્તિમાં સહયોગી સંસ્થાઓને અભિવાદિત કરવામાં આવી હતી. લા. દિનેશભાઈ સોરઠીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાગત ઉદ્બોધન લા. મનોજભાઈ કાનાણીએ કર્યું હતું. આભાર વિધિ લા. રાજેશભાઈ માંગરોળીયાએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલક ઉદ્દઘોષક લા. શરદભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ લા.પરેશભાઈ કાનપરિયાની યાદીમાં જણાવાયું છે.