સારાહિ તપોવન આશ્રમ, અમરેલી મુકામે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨-જે, રીજીયન-૫ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓ માટે “સ્કૂલિંગ – અમૂલ્ય” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી)ના પ્રમુખ લાયન ઋજુલભાઈ ગોંડલીયાએ સ્વાગત ઉદ્બોધન કર્યું, જ્યારે રીજીયન ચેરપર્સન લાયન જયેશભાઈ પંડ્યાએ સ્કૂલિંગ કાર્યક્રમની રૂપરેખા અને મહત્વ સમજાવ્યું. ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન અભયભાઇ શાહ ઓનલાઈન જોડાયા હતા. આ સ્કૂલિંગમાં પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર કમલેશભાઈ શાહ અને વિનોદભાઈ સરવૈયા સહિતના અગ્રણીઓએ લાયન્સ વ્યવસ્થાપન, ફરજો, જવાબદારીઓ, લીડરશીપ, ક્લબ ફાયનાન્સ, રિપોર્ટિંગ, બ્રાન્ડિંગ, ટીમવર્ક અને સેવા પ્રોજેક્ટ્સ સહિતના વિષયો પર સવિસ્તર માહિતી આપી હતી. “સ્કૂલિંગ એ માત્ર તાલીમ નથી – તે એક શ્રેષ્ઠ નેતૃત્વના નિર્માણ માટેનું મોટું રોકાણ છે” તેમ જણાવી, પદાધિકારીઓને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનવા અપીલ કરાઈ હતી. અમરેલી, સિહોર, સાવરકુંડલા અને ભાવનગરમાંથી કુલ સાત લાયન્સ ક્લબના પદાધિકારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લાયન શરદભાઈ વ્યાસે કર્યું હતું અને આભાર વિધિ લાયન પરેશભાઈ કાનપરિયાએ કરી હતી.