લાઠી શહેરમાં દબાણ કરનારાઓને અમરેલી જિલ્લાનું વહીવટીતંત્ર જ સમર્થન આપતું હોવાનો આક્ષેપ સ્થાનિક જાગૃત નાગરિક રજનીકાંત રાજ્યગુરૂએ કર્યો છે. તેમણે આ અંગે અધિકારીઓની નિષ્ક્રિયતા અંગે દિલ્હીમાં વડાપ્રધાન ઓફિસમાં સીધી રજૂઆત કરી હતી. તેમણે જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને જણાવ્યું હતું કે, ટ્રાફિક વ્યવસ્થા અને દબાણ દૂર કરવા સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગની પણ જવાબદારી બનતી હોય છે, પરંતુ લાઠીમાં પુરતો પોલીસ સ્ટાફ જ નથી. તેમણે વિવિધ સમસ્યાઓ અંગે સ્થાનિક પ્રશાસન, મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, શહેરી વિકાસ વિભાગ, ભાવનગર કમિશનર સહિતનાઓને વખતો વખત રજૂઆતો કરી હતી. આમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં તેમણે તા.૧૭-૧-૨૬ના રોજ પોતાના પોતાના નિવાસ્થાને બંધ મકાનમાં શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






































