લાઠી રોડ ચોકડીથી નાનામાચીયાળા બાયપાસ અમર પાર્ટી પ્લોટ પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જનકભાઈ ભીખુભાઈ આલાણી (ઉ.વ.૩૩) એ ટાટા કેરી લોડીંગ ગાડી નં. GJ ૧૪ X ૮૮૦૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીએ તેની લોડીંગ ગાડી પૂરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી સાહેદ તખુભાઈ ભીખુભાઈ આલાણીના હીરો સ્પેલેન્ડર મોટરસાયકલ નં. GJ ૧૪ BJ ૫૯૪૦ સાથે ભટકાવી પછાડી દીધા હતા. જેમાં સાહેદ તખુભાઈને બંને પગે તેમજ મોંઢા ઉપર દાઢીના ભાગે ફેકચર કરી શરીરે છોલાણ તેમજ નાની-મોટી ઈજા કરી નાસી ગયો હતો.










































