લાઠી તાલુકામાં પરપ્રાંતીય સગીરાને તેના સગા મોટા બાપુજીનો દીકરો લલચાવી ફોસલાવી લગ્ન કરવાને ઈરાદે ભગાડી જઈ મોટા આંકડીયા ગામની સીમમાં વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સગીરાને તેના વતન લઈ ગયો હતો. લાઠી તાલુકામાં મજૂરીકામ કરતી ૧૭ વર્ષિય સગીરાને તેના જ સગા મોટા બાપુજીનો દીકરો પોતાની પિતરાઈ બહેનને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. સગીરાને ભગાડી ગયા બાદ સગીરાના પરિવારજનોએ પોતાની દીકરીની શોધખોળ હાથ ધરી હતી. સગીરા તેના વતન ભામકી ગામ, જિ.ધાર, મધ્યપ્રદેશ હોવાની પરિવારજનોને જાણકારી મળતા પરિવારજનો સગીરાને લઈ આવ્યા હતા. સગીરાએ લાઠી પોલીસ સ્ટેશનમાં પોતાના જ પિતરાઈ ભાઈ બદીયા વરસિંહ ભુરીયા મોટર સાયકલમાં બેસાડી છરી બતાવી મોટા આંકડીયા ગામની સીમમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતે લાઠી પી.એસ.આઈ. એસ.એમ.સોનીએ તપાસ હાથ ધરી છે.