લાઠી તાલુકાના ચાવંડ ગામે બોરડી તરફ આવતા બાજુની વાડીમાંથી તણખલું ઉડતા પ્રૌઢ ખેડૂતે તણખલું ઠારી નાખતા આ બાબતની જાણ આરોપીને થતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ પ્રૌઢ ખેડૂતને ફડાકા ઝીંકયા હતા. લાઠી તાલુકાના ચાવંડ ગામે ફરિયાદી ચીમનભાઈ ઠાકરશીભાઈ કલકાણી નામના પ્રૌઢે ચંદુભાઈ મનજીભાઈ બોકરવાડીયાની વાડીના શેઢે બોરડીનાં ગળીયા સળગાવતા હોય જેથી પવનનાં લીધે બાજુમાં આરોપી વિજય હમીરભાઈ ડેરની વાડીમાં રહેલ ચણાના ખારીયામાં તણખલુ ઉડતા
ચણા સળગવા લાગતા ચીમનભાઈએ તણખલું ઠારી નાખેલ હોય અને
આ બાબતની જાણ વિજય ડેરને કરતા વિજય ડેરે ફરિયાદીની વાડીએ આવી એકદમ ઉશ્કેરાઈ જઈ જેમફાવે તેમ ગાળો આપી ચીમનભાઈને ફડાકા ઝીંકી દીધા હતા.
તેમજ ચીમનભાઈના કપાળમાં પાઈપનો ઘા મારતા ચીમનભાઈએ લાઠી પોલીસ સ્ટેશનમાં વિજય ડેર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.