લાઠી અને બાબરા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ લાઠી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરી તેમને બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકેની કામગીરીમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ‘‘નારી વિકાસ યાત્રા’’, ‘‘મમતા સેશન’’, અને ‘‘પોલિયો કામગીરી’’ જેવી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ પહેલેથી જ નિભાવી રહી છે. આ વધારાની BLO કામગીરી તેમને માટે બોજારૂપ બની રહી છે અને તેમની મૂળભૂત આંગણવાડી સંબંધિત કામગીરીને અસર કરી રહી છે. આંગણવાડી બહેનો બાળકોના પોષણ, આરોગ્ય, શિક્ષણ તેમજ માતાઓ અને સગર્ભા બહેનોની દેખભાળ જેવી મુખ્ય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે BLO કામગીરીમાંથી મુક્તિની માંગ કરી રહી છે.