??????

રાજ્યના ઉર્જા મંત્રીકૌશિકભાઈ વેકરીયાના હસ્તે લાઠી શહેરમાં કુલ રૂ. ૮.૪૧ કરોડના વિવિધ વિકાસકાર્યોનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત લાઠી ખાતેથી પસાર થતી ગાગડીયો નદી પર અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે એક આધુનિક સુવિધાસભર પૂલનું નિર્માણ કરવામાં આવશે. વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ આવતા હવે ચોમાસા દરમિયાન નદીના વધેલા પ્રવાહ વચ્ચે પણ નાગરિકોની અવરજવર સુરક્ષિત અને અવરોધરહિત બનશે. આ ઉપરાંત, નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે નવા સી.સી. રોડના કામો પણ હાથ ધરવામાં આવશે. આ કામગીરીથી શહેરના આંતરિક માર્ગો મજબૂત થશે, જેનાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને સ્થાનિકોને રોજિંદી અવરજવરમાં મોટી રાહત મળશે. આ વિકાસકામોથી શહેરની પાયાની સુવિધાઓમાં વધારો થવાની સાથે સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.