લાઠીમાં તા.૭ના રોજ સવારે ૦૯ઃ૩૦ કલાકે વંદે માતરમ્ ગાન તથા ‘સ્વદેશી અપનાવો’ સમૂહ શપથના કાર્યક્રમનું સુચારુ આયોજન તાલુકા શાળા લાઠીના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માંજરીયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળા, શહેર પ્રમુખ ધર્મેશભાઈ સોની, રાજુભાઈ રીજીયા, વશરામભાઇ ઘેવરીયા, અરજણભાઇ વામજા, લાલભાઈ વગેરે ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.







































