જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાઠી શહેર ભાજપ દ્વારા એક સફળ “ખાટલા બેઠક” શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં
ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. જે લાઠી શહેરમાં વિવિધ શક્તિકેન્દ્રો અને બુથ લેવલે યોજવામાં આવી હતી.આ ખાટલા બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના સ્તરે
સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો હતો.
આ બેઠકો દ્વારા સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકરોને પક્ષની નીતિઓ અને કાર્યક્રમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સફળ ખાટલા બેઠક બદલ લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોનીએ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યો, આગેવાનો, શક્તિકેન્દ્રના સંયોજકો, બુથ પ્રમુખો, કાર્યકર્તાઓ સહિત ઉપસ્થિત સૌ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.