લાઠીમાં રહેતી એક પરિણીતાએ પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા મરણ પામી હતી. બનાવ અંગે જીજ્ઞેશભાઈ સતીષભાઈ ગોહીલ (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ,
તેમના પત્ની ચારૂલતાબેને તેમની પાસે રૂપિયા ૨૫,૦૦૦ માંગ્યા હતા. પરંતુ તેમની પાસે પૈસા ન હોવાનું જણાવતાં મનમાં લાગી આવ્યું હતું અને રૂમના સીલિંગ ફેન સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા.લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.