અમરેલી એસપીએ જિલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુનાઓમાં આરોપીને પકડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અંતર્ગત લાઠી પોલીસની સર્વેલન્સ ટીમે અપહરણ તથા પોક્સોના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની તથા લાઠી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.