લાઠીમાં આજે લાઠી/બાબરા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, તાલુકાના નાગરિકોની સમસ્યાઓનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અત્યંત મહત્વની છે. લોકહિતને કેન્દ્રમાં રાખી તમામ વિભાગને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવી જોઈએ તેવો તેમણે ભાર મૂક્યો હતો. લાઠી તથા બાબરા તાલુકામાં માર્ગ-મકાન, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રેવન્યુ, કૃષિ, સામાજિક ન્યાય, ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિભાગોને લગતી ફરિયાદો અને પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.