સંતોકબા મેડિકલ સેન્ટર, લાલજીદાદાનો વડલો, લાઠી ખાતે ચાલી રહેલા અગિયાર દિવસીય વ્યાખ્યાન માળા અને શ્રાવણી સત્સંગ આયોજિત કથાના છેલ્લા દિવસે લોકસાહિત્યકાર લાખણશીભાઇ ગઢવી ઉપસ્થિત રહી આગવી અદામાં જણાવ્યું હતું કે, રામના જન્મમાં દુઃખ નહોતા આવ્યા એટલા કૃષ્ણના જીવનમાં દુઃખ આવ્યા હતા. ચાર પેઢીના પુણ્ય ભેગા થાય ત્યારે દાતાર જન્મે, સાત પેઢીના પુણ્ય ભેગા થાય ત્યારે સુપાત્ર સંત જન્મે અને ૧૦૧ પેઢીના પુણ્ય ભેગા થાય ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક પગલીઓ માંડવા લાગે છે. દશરથ રાજાને મૃત્યુ પથારીએ પાણી પીવડાવવા ચાર પૈકી એક પણ દીકરો હાજર ન રહ્યો તે કર્મનો સિદ્ધાંત બતાવે છે. દરેકને આંગણુ પવિત્ર રાખવું, તમારા આંગણે ઉકરડો રાખશો તો ગધેડા આવશે. આ પ્રસંગે વક્તા નરેશભાઇ સાગરે કથાનું સમાપન કર્યું હતું.