લાઠીમાં કવિ કલાપીની ૧૨૬મી પુણ્યતિથિ નિમિત્તે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૯ જૂનના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે.આ પ્રસંગે કવિ કલાપીના પત્રોનું વાંચન કરવામાં આવશે, જે સાહિત્યમાં તેમના સમૃધ્ધ યોગદાનને યાદ કરશે. કાર્યક્રમનું શીર્ષક ‘લિખિતન સુરસિંહ’ રાખવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ લાઠીના ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજીના નિવાસસ્થાન, કીર્તિ કોટેજ ખાતે યોજાશે. આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરજનોને કવિ કલાપીના પત્રો વાંચન કરવા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે આ કાર્યક્રમમાં સૌને પધારવા અપીલ કરી છે.








































