લાઠીના હરસુરપુર દેવળીયા ગામે યુવકને ધોકો બતાવીને ગાળો આપી હતી. તેમજ મુંઢ માર માર્યો હતો અને જાનથી મારવાની પણ ધમકી આપી હતી. વનરાજભાઇ કિરીટભાઇ ડસુકવાડીયા (ઉ.વ.૨૩)એ ગૌતમભાઇ બોઘાભાઇ સોહલા, મિલનભાઇ બોઘાભાઇ સોહલા, પરેશભાઇ સાજણભાઇ સોહલા તથા ગગજીભાઇ ગોબરભાઇ સોહલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ગામની મેઇન રોડ પર આવેલ દુધની ડેરીએ ઉભા હતા તે સમય દરમિયાન મિલનભાઈ સોહલા ટ્રેક્ટર લઇને જતા હતા. આ સમયે કતરાવા લાગ્યા હતા. જેથી તેની સામે જોતા ટ્રેક્ટર ઉભું રાખી ગાળો આપવા લાગ્યો હતો. તેમણે ગાળો બોલવાની ના પાડતા વાતનું મનદુઃખ રાખી બોલાચાલી કરી ઢીકા વડે મુઢ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.