લાઠી તાલુકાના પાડરસિંગા ગામે નકળંગ ધામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભક્તજનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ગુરૂપૂજન સાથે મહાપ્રસાદનો લાભ લેશે. આગામી તારીખ ૧ને ગુરૂવારના રોજ દામનગર નજીક આવેલા નકળંગ ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારના ૭ઃ ૦૦ કલાકે ગુરુપૂજન કરવામાં આવશે તો આ ઉત્સવમાં લાભ લેવા મહંત બાલકદાસ બાપુ ગુરુ પ્રેમા દાસ બાપુએ જણાવેલ છે.