લાઠીના ટોડા ગામે વાડીએ ઢોર ચરાવવાની ના પાડતાં ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે સાગરભાઇ રાજુભાઇ ઝાપડીયા (ઉ.વ.૨૩)એ શ્યામભાઇ નનકાભાઇ સોહલા તથા લાલાભાઇ હમીરભાઇ સોહલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની વાડીએ આરોપીઓ ઢોર ચરાવતા હતા. સાહેદે આરોપીઓને વાડીએ ઢોર ચરવાની ના પાડતા તું’કારા કરી ગાળો આપતા હતા જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીને સારૂ ન લાગતા તેમણે જમણા પગના સાથળના ભાગે લાકડી મારી મુંઢ ઇજા કરી હતી. ઉપરાંત માથાના ભાગે લાકડી મારી લોહી નીકળે તેવી ઇજા કરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.