લાઠીના જરખીયા ગામે એક યુવર પર હુમલો કરીને જાનથી મારવાની ધમકી આપવા બદલ ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે રવિભાઇ હરીભાઇ આલગોતર (ઉ.વ.૨૨) એ અક્ષયભાઇ ગીગાભાઇ ડેર, રામકુભાઇ દેવાયતભાઇ ડેર, વિશાલભાઇ રાવતભાઇ ડેર, સતિષભાઇ જેઠાભાઇ ડેર સહિત ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીઓએ તેમને તથા સાહેદોને જેમફાવે તેમ ગાળો આપી હતી. અક્ષયભાઈ ગીગાભાઈ ડેરે લોખંડના પાઇપથી તેમને જમણા હાથે એક ઘા મારી ફ્રેક્ચર આવે તેવી ઇજા કરી હતી. અન્ય આરોપીએ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ એક અજાણ્યા વ્યક્તિએ છરી જેવી કોઇ વસ્તુ ગળાથી નીચેના ભાગે મારી ઉઝરડા કર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના પી આઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે.





































