લાઠીમાં હાઈવે રોડ ઉપર ગાગડીયો નદી પર પુલ બનાવવામાં આવ્યા બાદ અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થઈ છે. લાઠી ગાગડીયો નદી પર પુલના એક છેડે આલમગીરી હોટેલ પાસે ચાર રસ્તા ભેગા થાય છે. જેમાં કેરીયા રોડ અને લાઠી શહેર તરફ જવાના રસ્તા છે અને બીજી બાજુ નદીથી અમરેલી જવાના રસ્તે કાચો રસ્તો છે ત્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે. ત્યારે આ રસ્તા પરથી સેંકડો વાહન પસાર થતા હોય છે જેથી ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે. આથી આ પુલના બંને છેડે સ્પિડ્બ્રેકાર બનાવવા લોકો માંગ કરી રહ્યા છે. તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા જાગે તેવી
લોકલાગણી છે.