લાઠીના કેરીયા ગામે કાળુભાઇ સાઇજાની વાડી સામે પડતર જગ્યામાંથી ૫ શકુની ઝડપાયા હતા. પોલીસે રૂપિયા ૩૩,૭૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાલાભાઇ અમરાભાઇ બતાડા, મહેશભાઇ સુરેશભાઇ પરમાર, પરેશભાઇ કરશનભાઇ બતાડા, પ્રકાશભાઇ ચંદુભાઇ જીંજરીયા તથા હરેશભાઇ સુરેશભાઇ ખસીયા જાહેરમાં ગંજીપતાના પાના તેમજ પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૩૩૭૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.








































