ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરાયા બાદ આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે લગ્નના નિયમોમાં ફેરફાર કરેલું બિલ ગૃહમાં રજૂ કર્યું. હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં લગ્ન નોંધણી સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી. પાટીદાર સમાજ સહિત અનેક સમાજાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને પ્રક્રિયામાં રહેલી જટિલતાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાતને કારણે લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને સમયબદ્ધ બની છે.
સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
સ્ટેપ-૧ઃ લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
સ્ટેપ-૨ ઃ સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-૧ (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજા સાથે રજૂ કરવાના રહેશે.
વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ.
વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર.
લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા.
વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.
સ્ટેપ-૨ચઃ વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજા રજુ કરવાના રહેશે.
૧. માતા/પિતાનું આધાર કાર્ડ,૨. પિતાનું પૂરુ નામ.,૩. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.,૪. પિતાનો મોબાઈલ નંબર,૫. માતાનું પૂરુ નામ.,૬. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.,૭. માતાના મોબાઈલ નંબર.
સ્ટેપ-૩ચઃ આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શકય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેકટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
સ્ટેપ-૩બીઃ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (૧ થી ૭) માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ ૩૦ દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
સ્ટેપ-૪ઃ રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યકિતગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે