જાફરાબાદના મોટો ખારોમાં રહેતા પાયલબેન યોગેશભાઈ બારૈયા (ઉ.વ.૩૦)એ અવિનાશભાઇ દિનેશભાઇ બાંભણીયા, દિવ્યેશભાઇ દિનેશભાઇ બાંભણીયા, દિપેશભાઇ દિનેશભાઇ બાંભણીયા, દિનેશભાઇ પીઠાભાઇ બાંભણીયા, સચિનભાઇ રામાભાઇ સોલંકી, સાગરભાઇ કાળાભાઇ બારૈયા,અંકીતભાઇ કાળાભાઇ બારૈયા, નિલેશભાઇ અશોકભાઇ બારૈયા સહિત ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ભાઇ જુગલભાઇ ભાલીયાના લગ્ન સમયે ઉપરોક્ત તમામ આરોપીઓ વગર આમંત્રણે મહેમાનગતિ કરવા આવ્યા હતા. જેથી તેમના પતિ સાથે બોલાચાલી ઝઘડો થતા તેની અદાવત રાખી આરોપીઓએ એકસંપ થઇ ગેરકાયદ મંડળી રચી તેના પતિ યોગેશભાઇ લક્ષ્મણભાઇ બારૈયાને લાકડાના ધોકા, ખુરશી તથા લોખંડની સીડીથી માથાના વચ્ચેના ભાગે માર મારી એક ટાંકો લાવી ઇજા પહોચાડી હતી. તેમજ તેને વાળ પકડી નીચે પછાડી દઇ તેમના સસરા લક્ષ્મણભાઇ કાનાભાઇ બારૈયાને બે ફડાકા મારી ઇજા કરી હતી. તેમજ તેના દિયર પરેશભાઇ બારૈયાને ઉપરોક્ત તમામ આરોપીઓએ માર માર્યો હતો. તેમજ લાત મારી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ. રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.