ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં લંડનમાં છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ખૂબ પરસેવો પાડી રહ્યો છે. શનિવારે, ભૂતપૂર્વ કેપ્ટનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે લોર્ડ્સમાં ભારે પરસેવો પાડી રહ્યો છે. આ દરમિયાન, તે ચાહકોને મળતો પણ જાવા મળ્યો.ટેસ્ટ અને ટી ૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તે ૧૯ ઓક્ટોબરથી શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આગામી વનડે મેચ રમતો જાવા મળશે. આ પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે જેમાં કેપ્ટન રોહિત શર્મા પણ રમતા જાવા મળશે. બંને અનુભવી ખેલાડીઓએ આ પ્રવાસ માટે પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે.તાજેતરમાં, ઉત્તર પ્રદેશના જમણા હાથના બેટ્સમેન સ્વસ્તિક ચિકારાએ વિરાટ કોહલીના ક્રિકેટ ભવિષ્ય વિશે ચર્ચા કરી.આઇપીએલ દરમિયાન કોહલીને મળ્યા ત્યારે અનુભવી બેટ્સમેનએ તેના ભવિષ્ય વિશે શું કહ્યું હતું તે તેણે જણાવ્યું. ચિકારાએ રેવસ્પોર્ટ્સ સાથેની ચર્ચા દરમિયાન કહ્યું, ‘વિરાટ ભૈયાએ કહ્યું હતું કે હું જ્યાં સુધી હું સંપૂર્ણપણે ફિટ રહીશ ત્યાં સુધી ક્રિકેટ રમીશ. હું પ્રભાવશાળી ખેલાડીની જેમ નહીં રમીશ. હું સિંહની જેમ રમીશ. હું આખી ૨૦ ઓવર ફિલ્ડીંગ કરીશ અને પછી બેટિંગ કરીશ. જે દિવસે મને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવાનું થશે, હું ક્રિકેટ છોડી દઈશ.