બોલિવૂડમાં મિત્રતાના ઘણા ઉદાહરણો છે અને તેમની મિત્રતા વર્ષોથી પ્રખ્યાત છે. બોલીવુડની એક એવી સુંદરી જેની મિત્રતા પણ એક ઉદાહરણ છે. આ સુંદર મહિલાએ તેના મિત્ર માટે એક ફિલ્મ શૂટ કરી હતી, જ્યારે તે ૪ મહિનાની ગર્ભવતી હતી. પછી જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તે બોક્સ ઓફિસ પર હિટ રહી. હવે આ અભિનેત્રીના મિત્ર અને દિગ્દર્શકે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ વિશે. તાજેતરમાં જ દીપિકાના નજીકના મિત્ર અને બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ એક ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે દીપિકાની મિત્રતાનું ઉદાહરણ આપતી એક વાર્તા કહી છે.
તાજેતરમાં, બોલિવૂડના સુપરહિટ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ગેમ ચેન્જર નામની યુટ્યુબ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે સિંઘમ અગેનના શૂટિંગ સમયની વાર્તાઓ વર્ણવી છે. રોહિત શેટ્ટીએ જણાવ્યું કે મિત્રતાને કારણે, દીપિકા પાદુકોણે જ્યારે ચાર મહિનાની ગર્ભવતી હતી ત્યારે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. રોહિત કહે છે, ‘બોલિવૂડમાં મિત્રતાનું બહુ મહત્વ નથી કારણ કે અહીં દરેક વ્યક્તિ વ્યવસાયિક હેતુથી જાડાય છે.’ પરંતુ હજુ પણ બોલીવુડમાં કેટલાક લોકો છે જેમની હું નજીક છું. મારા મિત્રોમાં અજય દેવગન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. મિત્રતાને કારણે જ દીપિકાએ ૪ મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ સિંઘમ અગેન માટે શૂટિંગ કર્યું. તમને જણાવી દઈએ કે સિંઘમ અગેન ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ હિટ રહી હતી અને તેણે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીની ગણતરી બોલિવૂડના સૌથી સફળ દિગ્દર્શકોમાં થાય છે. રોહિતે તેના પિતાની જેમ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને દિગ્દર્શક બન્યો. રોહિત અને અજય બંને સારા મિત્રો છે અને ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી ચૂક્યા છે. રોહિત અને દીપિકા પણ સારા મિત્રો છે અને શાહરૂખ ખાન સાથે મળીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ૨૦૧૩ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ની હિરોઈન દીપિકા પાદુકોણ હતી. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જાવા મળ્યો હતો. કમાણીની દ્રષ્ટિએ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.